• નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઘન જીવામૃત કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના શું ફાયદાઓ છે તેના વિશે જાણીશું. 
Jivamrut making process



  • ઘન જીવામૃત બનાવવા માટે જરૂરી સાધન-સામગ્રી 
  1. ૨૦૦ કિલો દેશી ગાયનું સુકાયેલું છાણ (છાણાં)
  2. ૨૦ લીટર જીવામૃત   
  • ઘન જીવામૃત કેવી રીતે બનાવવું? 
૨૦૦ કિલો સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ દેશી ગાયના છાણને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું.

૪૮ કલાક માટે છાંયો હોય તેવી જગ્યાએ ઢગલો કરી ત્યારબાદ પાતળું સ્તર કરી સુકવવું. 

આ સ્તર ને દિવસમાં બે-ત્રણ વાર ઉપર નીચે કરવું. 

સુકાય જાય ત્યારે ગાંગડાંનો ભૂકો કરી એક વર્ષ સુધી વાપરી શકાય.

  • ઘન જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો?
જમીનમાં અંતિમ ખેડાણ પહેલા પ્રતિ એકર ૨૦૦ કિલો અને ફૂલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિલો ઘન જીવામૃત આપવું જોઈએ.

  • ઘન જીવામૃતના ફાયદાઓ 
ઘન જીવામૃત જમીનમાં આપવાથી જીવાણુંઓની સંખ્યા ઝડપથી વધતા, હ્યુમસનું નિર્માણ ઝડપી બને છે.

તેમજ સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. 

છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 

જેનાથી નાઈટ્રોજનની ઉપલબ્ધી વધે છે.