• નમસ્કાર ખેડૂત મિત્રો, આજની પરિસ્થિતિ મુજબ સ્ટે હોમ નહિ પરંતુ ફાર્મ પર જ રહેવું યોગ્ય છે.


  • વર્ષોથી ખેતરમાં છૂટા છવાયા મકાનો બનાવી રહેતા વિસ્તારમાં કોરોના સંક્રમણ બાબતે સલામતી...

  • છાપુ ખોલો કે ટીવી ઓન કરો એટલે બસ કોરોનાનું સંક્રમણ, એનાથી થયેલ મૃત્યુઆંક, ઓક્શિજન મળતો નથી, મેડીકલની દવાઓમાં કાળા બજાર, દવાખાનાઓની લૂંટ, હોસ્પિટલોમાં જગ્યા ન મળવી જેવા સમાચારોએ માણસને મજબૂત કરવાને બદલે માઇકાંગલો કરી નાખ્યો છે. આ આપણા દેશની જ વાત નથી, આખા વિશ્વની વાત છે. આખા વિશ્વની માનવ જાતી માથે કોરોના ખતરો થઇ બેઠો છે. એક વર્ષ બાદ કોરોના કન્ટ્રોલમાં આવવાને બદલે બરોબરનો વકર્યો છે. ગત વર્ષ આ સમયની સ્થિતિ કરતાં અત્યારે કોરોનાની સ્થિતિ કાબૂ બહાર છે. ગત વર્ષે આ સમયે માણસોને લોકડાઉન લાદીને પરાણે ઘરમાં પુરવા પડતા હતા. આ વર્ષના એ જ સમયે ઉલ્ટી સ્થિતિ છે. સૌ જીવવા માટે કોરોના સામે લડી રહ્યાં છે. સ્વયંભૂ લોકડાઉન થઇ જાય છે. અત્યારે શહેરો જેવી જ સ્થિતિ ગામડાઓની છે. ગત વર્ષે આ સમયે ગામડાઓની સ્થિતિ કોરોના બાબતે સલામત હતી, આ વખતે કોરોનાએ જે ઉપાડો લીધો છે, એમાં ગામડાઓ બરોબરના ઝપટે ચડ્યા છે. ટુંકમાં શહેર કે ગામડું ક્યાંય સલામતી દેખાતી નથી. ગામડાઓની શેરીઓ સૂમકાર લાગે છે. ચોરે-ચૌટે ગામડાનો માનવ મહેરામણ દેખાતો, એ ગાયબ થઇ ગયો છે. આજે ગામડાઓની સ્થિતિ શું છે? દરેક ગામના ખેડૂતના શબ્દોમાંથી વ્યથા અને ચિંતા ટપકતી જોઇ શકાય છે. હાલના સમયે કોરોનાથી સુરક્ષિત રહેવા માટે માણસ જાત અને સરકારી તંત્ર ટુંકા પડ્યા છે. શું કહે છે, ગામડાના ખેડૂતો ?