ખેતી પાકોમાં લણણી પછીનું યોગ્ય વ્યવસ્થાપન
પ્લાસ્ટિક ક્રેટ્સ, બોક્ષીસ, લેનો બેગ, કંટ્રોલ્ડ એટમોસફીઅરિક પેકેજિંગ (CAP) અને મોડીફાઈડ એટમોસફીઅરિક પેકેજીંગ (MAP) પ્લાસ્ટિકની કૃષિ સંભવિત ઉપયોગ માટે આઇસીએઆર (ICAR) એ ઓલ ઈન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ વિભાગ દ્વારા પ્લાસ્ટિકલ્ચર એન્જિનિયરિંગ અને ટેકનોલોજી (PET) યોજના ૧૯૮૮ થી કાર્યરત કરેલ છે. આ યોજના પાણીનું વ્યવસ્થાપન, ગ્રીન હાઉસ-નેટ હાઉસની ખેતી તેમજ પાકની કાપણી પછીના વ્યવસ્થાપન સંબંધિત સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ કરી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય ખેતીમાં પ્લાસ્ટિક મલ્ચીંગ નો ઉપયયોગ આવરણ કરીને ખેતી કરવાનો હતો. તળાવમાં પાણીના કાર્યક્ષમ સંગ્રહ માટે, પિયત માટે પ્લાસ્ટિકના પાઈપ, પ્લાસ્ટિક નો ઉપયોગ કરી વજનમાં હળવા અને કાર્યક્ષમ ખેત-ઓજારો તૈયાર કરવા વગેરે માટે ઉપયોગ કરીને ખેતીના વિકાસમાં પ્લાસ્ટિકનું મહત્વનું યોગદાન કરી શકાય છે. આ યોજના પોલિહાઉસમાં વાવેતર, પાકા તળાવો, શેડ નેટ/ ઇન્સેકટ નેટ હાઉસ ડિઝાઇન, ડુંગરાળ પ્રદેશો માટે પ્લાસ્ટિક બોડી, વિનોવર-કમ-ગ્રેડર, ફળો અને માછલી માટે સંગ્રહ તથા પરિવહન, કેરી પકવવાની પ્લાસ્ટિકની ચેમ્બર, ફીશ ફાર્મિંગ માટેના સાધનો તેમજ કૃષિમાં ઉત્પાદન અને પાકની લણણી પછીના વ્યવસ્થાપનમાં જેવી અનેક પ્લાસ્ટિકલ્ચર તકનીકોનો વિકાસ અને તેના મૂલ્યાંકન કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલ છે.
- આ યોજનામાં સુધારેલ પોલીહાઉસ, શેડ નેટ સ્ટ્રક્ચર ડિઝાઇન અને વિકસિત મલ્ચિંગ તકનીકીઓ સીધી અને આડકતરી રીતે કૃષિ ઉત્પાદન પર નીચેના ફાયદા પહોચાડે છે :
૧) ઓછા વિસ્તાર પર વધુ પાક - કુદરતી સંસાધનોના એકમ દીઠ (જમીન અને પાણી) ઉચ્ચ ઉત્પાદકતા
૨) ઓછો ઈનપુટ ખર્ચ - ઈનપુટની વધુ કાર્યક્ષમતા અને બચત
૩) માટીનુ સોલારાઇઝેશન અને પર્યાવરણ અનુકૂળ - ઇનપુટ્સનો વધુ પડતો ઉપયોગ (ખાતરો અને જંતુનાશકો) ઓછો કરી શકાય છે.
૪) ઉચ્ચ ગુણવત્તાની પેદાશ - માનવ માટે જંતુનાશક અવશેષોથી મુક્તવપરાશ.
૫) લો ટનલની સ્થિતિમાં સ્થાનાંતરણ કરવું અને વિસર્જન કરવું સરળ અને ઓછું ખર્ચાળ રહે છે.
૬) હવામાન નિયંત્રણ, છોડના સંતુલિત પોષણ અને છોડના રક્ષણના કારણે પ્રણાલીગત ખેતી કરતા વધુ ઉપજ અને ઉત્કૃષ્ટ ગુણવત્તાનું ઉત્પાદનન પ્રાપ્ત થાય છે.
૭) ઓછા ખર્ચની તકનીકો અને પોલિહાઉસની ડિઝાઇનને લીધે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને પાકના ઉત્પાદનમાં વધારો થયો છે.
૮) પરંપરાગત ખેતી કરીને ખુબજ મુશ્કેલ હોય એવા ઓફ
સીઝન પાક શેડ નેટમાં પ્રકાશની તીવ્રતા ઓછી કરી અને અમુક અંશે તાપમાન ઘટાડો થતા આબોહવા અનુકુળ બનતા ઉગાડી શકાય છે.
૯) માટીના મલ્ચીંગના કારણે ભેજનું નિયંત્રણ, મૂળ વિસ્તારમાં તાપમાનનું નિયંત્રણ, નીંદણ નિયંત્રણ તથા ઉત્પાદનનું નુકસાન ઘટે છે. (ઉદા. તરબૂચ, ટેટી, કાકડી નું મલ્ચીંગમાં વાવેતર)
૧૦) પ્લાસ્ટિક પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે પાંદડા પર પ્રકાશસંશ્લેષણમાં વધારો થાય છે.(કેટલાક જંતુઓને આકર્ષે અથવાતો દૂર કરે છે.)
- કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ (નિયંત્રિત પર્યાવરણ) ની રચનાઓનો મુખ્ય ઉપયોગ:
૧). શાકભાજીના પાક, ફૂલો અને ઉચ્ચ મૂલ્યના પાક
૨). નર્સરી અને રોપા ઉછેર
૩). જળચર ઉછેર
એઆઇસીઆરપી ઓન પીઇટી (AICRP on PET) કેન્દ્રો દ્વારા કરવામાં આવેલા કેટલાક અભ્યાસ પરથી સ્પષ્ટ છે કે પ્રોટેક્ટેડ કલ્ટીવેશન (ગ્રીનહાઉસ/પોલીહાઉસ અને શેડનેટ સ્ટ્રક્ચર) ના ક્ષેત્રમાં પ્લાસ્ટિકલ્ચરનો ઉપયોગથી કૃષિ પેદાશોના ઉત્પાદનમાં વધારો થયો છે.
0 ટિપ્પણીઓ
Please do not enter any spam link in the comment box.