• નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાસાયણિક દવાઓથી થતી ઝેરી અસરની પ્રાથમીક સારવાર કેેેેેવી રીતેે કરવી તેના વિશે જાણકારી મેળવીશું.

Pesticide poisoning effect

રાસાયણિક દવાઓથી થતી ઝેરી અસરની પ્રાથમીક સારવાર

જો ત્વચા અથવા આંખોમાં કોઈ જંતુનાશક દવા ગઇ હોય તો ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી સારા પ્રમાણમાં સ્વચ્છ પાણીથી આંખો ધોવી તેમજ દર્દીને દૂષિત વસ્ત્રો અને દૂષિત વિસ્તારમાંથી શક્ય હોય તેટલો દૂર કરવો. ઉપલબ્ધ હોય તો સાબુનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી શરીરને સંપૂર્ણપણે ધોઈ લેવુ. જો પાણી ઉપલબ્ધ ન હોય તો, જંતુનાશકને દુર કરવા માટે ત્વચાને સાફ કાપડ અથવા કાગળથી સાફ કરો. ત્વચાને ઘસવનુ ટાળો. 

ઉલટી: 

જ્યાં સુધી દર્દી અત્યંત ઝેરી જંતુનાશક ગળી ન ગયો હોય ત્યા સુધી ઉલટી કરાવવાનુ ટાળો. તેમજ જો ઓઇલ સ્પ્રે અથવા ડીઝલ તેમજ કેરોસીનમાં ભેળવેલા ઉત્પાદનોને ગળી જવા પર પણ ઉલ્ટી કરાવવાનુ ટાળો જેથી તે શ્વાસ ના માધ્યમ થી ફરી શરીરમા દાખલ ના થાય જે આંતરડામા પોહચેલ ઝેરથી વધુ જોખમી બને છે. દર્દી ભાનમા હોય તો જ ઉલટી કરાવવી જોઈએ. જો જરૂરી હોય તો, વ્યક્તિને બેઠો અથવા ઉભો કરો અને ગળાની પાછળની આંગળીથી ગલીપચી કરો. ઉલટી થયા બાદ કે પહેલા, દર્દીને અડધો ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી અક્ટીવેટેડ ચારકોલ આપીવો તેમજ તબીબી સહાય આવે ત્યાં સુધી આ પ્રક્રીયા પૂન: કરવી.

દર્દીની સંભાળ: 

દર્દીને આરામથી સુવળાવો, ઓર્ગેનોફોસ્ફરસ અને કાર્બામેટ સંયોજનો સાથે બનેલા ઝેર હલનચલનથી વધુ વક્રે છે. દર્દીને આડો સુવળાવો અને માથાના ભાગને શરીરથી નીચાણમા રાખવુ. જો દર્દી બેભાન હોય, તો સ્વશન સુનિશ્ચિત કરવા માટે દાઢી ઉચી અને માથું નીચે રાખવુ. જો દર્દીને ઠંડી લાગે છે તો તેને ધાબળથી ઢાકી દો, અને જો વધારે પરસેવો વળે તો દર્દીને ઠંડા પાણીથી લુઇ તેનુ શરીર ઠંડુ કરો. જો દર્દી સ્વયં ઉલટી કરે છે, તો તેના સામાન્ય સ્વશનની ખાતરી કરો. આંચકીની સ્થીતીમાં, ઈજા ન થાય તે માટે દાંત વચ્ચે ગાદીવાળી સામગ્રી મુકો.

આગળની સારવાર: 

વધુ તબીબી સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને નજીકની તબીબી સુવિધા સંદર્ભિત કરવી જોઈએ.